મનડું માન્યું રે બેની મારૂં મનડું માન્યું રે;૩/૪

પદ ૩/૪ ૫૪૮
મનડું માન્યું રે બેની મારૂં મનડું માન્યું રે;
મોહનજીને સંગે મારૂં મનડું માન્યું રે. ટેક.
એ મારૂં ગમતું કરે, નિત્ય અંતરજામી રે;
સુંદરવરના સંગમાં, હું આનંદ પામી રે. મોહનજીને ૧
જોબનીયું મેં જાળવ્યું, મોહનજી માટે રે;
શ્યામ સંગાથે સહી કર્યું, મેં તો શિરને સાટે રે. મોહનજીને ર
આડ્ય ન માનું કોઇની, મોહી ભીને વાને રે;
ગોવિંદ કીધી ઘેલડી, નેણુંની સાને રે. મોહનજીને ૩
આનંદ વાધ્યો અંગમાં, ભૂધરને ભાળી રે;
મુક્તાનંદ કહે માવશું, દ્રઢ લાગી તાળી રે. મોહનજીને ૪

મૂળ પદ

કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;

મળતા રાગ

શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી