પ્રીતડી બાંધી રે, બેની મારી પ્રીતડી બાંધી રે;૪/૪

પદ ૪/૪ ૫૪૯
પ્રીતડી બાંધી રે, બેની મારી પ્રીતડી બાંધી રે;
લટકાળા નંદલાલ સાથે, પ્રીતડી બાંધી રે. ટેક.
સુંદર નેણ સોહામણાં, મુખ સુંદર વાણી રે;
સુંદરવરની ચાલમાં, બેની હું લોભાણી રે. લટકાળા ૧
કામણીયાં મુજને કર્યા, કાનુડે કાળે રે;
દીલડું મારૂં ડોલવ્યું, મીઠી મોરલી વાળે રે. લટકાળા ર
નેણાં વેણાં મોરલી સૌ, કામણગારૂ રે;
વશ કરી મને વાલમેં, હર્યું ધીરજ મારું રે. લટકાળા ૩
કુળ કુટુંબી લોકની, મરજાદા મેલી રે;
મુક્તાનંદ કહે માવશું, દ્રઢ બાંધી બેલી રે. લટકાળા ૪

મૂળ પદ

કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;

મળતા રાગ

શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી