જય ગોકુલચંદા (ર) રસિક છેલ રાધાવર, નટવર નંદનંદા૨/૩

પદર/૩ ૫૮૦
આરતી
જય ગોકુલચંદા (ર) રસિક છેલ રાધાવર, નટવર નંદનંદા.  ટેક.
શ્રી ગોલોકમાં અતિસે, તેજ તણી રાસી.(ર)ત્યાં નિત નૌતમ લીલા (ર) કરતા અવિનાશી..  જય ૧
કોટિ મદન મદ હરવા, તમે વ્રજમાં આવ્યા, (ર)ગોપીજન મન રંજન (ર) કરુણા નિધી કાવ્યા.  જય ર
રાસ રમ્યા ગોપીસંગ, નૈષ્ટિક વ્રતધારી.(ર)મનમથ માન ઉતારયુ (ર) પ્રભુ અજ અવિકારી.  જય ૩
વ્રજજનને વશ થૈને, ગિરિ કર પર ધાર્યો.(ર)ઇન્દ્રતણો મદ અતિસે (ર) તે પણ ઉતાર્યો.  જય ૪
કીધી અધિક અલૌકિક, લીલા અતિ ભારી. (ર)મુક્તાનંદ કે મહાપ્રભુ (ર) જીવનનીધિ મારી.  જય પ

મૂળ પદ

રામ કૃષ્‍ણ મુખ નિરખી મનોહર દોઉ કર લેત બલૈયા;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી