દોયલી વેળામાં રે કોઈ કેનું નથી રે, જ્યારે કરે જમડા આવીને જોર ૨/૪

દોયલી વેળામાં રે કોઈ કેનું નથી રે, જ્યારે કરે જમડા આવીને જોર;
તેણી વેળા આવી રે દયાળુ મુજ દીનની રે,બાંહ્ય ગ્રહી રે’જો નંદકિશોર-૧

જ્યારે તૂટે નાડી રે ઝલાઈ જાય જીભડી રે, વાજે કફ સહિત શ્વાસનો ઘોર રે;
સગાં ને સંબંધી રે લાગે સહુ લૂંટવા રે, કૂડા કૂડા કરીને શોર બકોર-૨

સ્વારથનાં સગાં રે સર્વે સંસારમાં રે, તમ વિનાં જૂઠાં સર્વે જન રે;
તમે ને તમારા રે જન પ્રભુ પરમારથી રે, બીજે નવ માને મારું મન-૩

ત્રાહિ ત્રાહિ કરી રે પોકારું જોઈ તમ ભણી રે, સેવકની કરજો શ્યામ સંભાળ ;
મુક્તાનંદના સ્વામી રે જાણ સુજાણ છો રે, વર્ણવે છે વેદ દીનદયાળ-૪
 

મૂળ પદ

અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે, જોશો મા અમારા અવગુણ શ્યામ

મળતા રાગ

મેવાડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી