ઘનશ્યામને સેવો રે, કુમતિને દૂર કરી;૩/૪

 ઘનશ્યામને સેવો રે, કુમતિને દૂર કરી;
	એ છે સર્વેના સ્વામી રે, પ્રગટ પ્રમાણ હરિ...૧
જેનું ધ્યાન ધરે છે રે, મહામુનિ શુક જેવા;
	જેના પદપંકજની રે, કરે કમળા સેવા...૨
એવા શ્રીનારાયણ રે, ભજે તેનાં કષ્ટ હરે;
	એને ઇષ્ટ જે જાણે રે, તે તો કુળ સહિત તરે...૩
વ્હાલો નિજ તપનું ફળ રે, સહુને આપે છે;
		ધરી રૂપ અલૌકિક રે, ભવદુ:ખ કાંપે છે...૪
એવા પ્રગટ પ્રભુને રે, ભજો ભ્રમણા ત્યાગી;
	મુક્તાનંદ કે’ હરિ ભજી રે, થાશો બડભાગી...૫ 
 

મૂળ પદ

સહજાનંદ સ્વામી રે, ભજ દ્રઢ ભાવ કરી,

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી