ભેખ ને ટેક વર્ણાશ્રમ પાળતાં, ઊલટો એ જ જંજાળ થાયે;૫/૧૦

ભેખ ને ટેક વર્ણાશ્રમ પાળતાં, ઊલટો એ જ જંજાળ થાયે;
	ગાડર આણીએ ઊનને કારણે, કાંતેલાં કોકડાં તે જ ખાયે		-૧
જે જેવો થઈ રહે સાર તેને કહે, એ જ આવરણતણું રૂપ જાણો;
	જેમ એ ધાલારી તેમ એ ધર્મરત, તેમાં તે શું નવલું કમાણો		-૨
તજે ત્રણ ઈષણા તે જ વિચક્ષણા, જહદાજહદનો મર્મ જાણે;
	ભાગ ને ત્યાગનો ભેદ ગુરુમુખ ગ્રહે, પિંડ બ્રહ્માંડ ઉરમાં ન આણે	-૩
એ જ સંન્યાસ શ્રીપાત તેણે કરી, શ્રીતણું કૃત્ય નવ સત્ય દેખે;
	ભીક્ષુ તો તે ખરા ભ્રમ મનનો તજે, સત્ય મુક્તાનંદ પ્રભુ જ પેખે	-૪
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

મળતા રાગ

સિંધુડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી