ધાર તરવારની સોયલી ચપળ છે, વચનની ચોટ તે વિકટ જાણે;૯/૧૦

ધાર તલવારની સોયલી ચપળ છે, વચનની ટેક તે વિકટ જાણો;
	ભેખની ટેક તે વચનમાં નવ રહે, રહે તે પ્રગટ ભક્તિ પ્રમાણો	-૧
શૂરને એક પળ કામ આવી પડે, મરે કાં મોજ લઈ સુખ પામે;
	સંત સંગ્રામથી પળ ન પાછો હઠે, મન દમવા તણે ચડે ભામે	-૨
મનશું લડવા કોણ સામો મંડે, સુર નર અસુર સહુ હાર માને;
	ગુરુમુખી શિષ્ય વિન રૂંઢ રણમાં ફરે, જક્તનો શબ્દ નવ સુણે કાને-૩
શૂર ને સંતમાં અંતર અતિ ઘણો, સૂરજ સંગ ખદ્યોત શોભા;
	મુક્તાનંદ તે સંતની આગળે, મોહ ને મન કરે ત્રાહિ તોબા	-૪
 

મૂળ પદ

ધીર ધુરંધરા શુર સાચા ખરા, મરણનો ભય તે મનમાં ન આણે;

મળતા રાગ

સિંધુડો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી