તમે કમળા વર કરુણા કરી, ઘેર આવોને, ૧૩/૧૫

પદ ૧૩/૧૫ ૮૬૮

તમે કમળા વર કરુણા કરી, ઘેર આવોને,

હું રે મનમાં તમને વરી. ટેક

મારે બીકલડી નથી કોઇતણી, હું રસિયા રૈ છું બણીઠણી. ઘેર ૧

મારે તમ સાથે લગની થઇ, મારી દુબધ્યા દુર્મત્ય દૂર ગઇ. ઘેર ૨

મારે મળવાની મન આશ છે, મારૂં મન જગથી ઉદાસ છે. ઘેર ૩

આ તન મન ધન્ય તે તમ તણું, કહે મુક્તાનંદ શું કહું ઘણું. ઘેર ૪

મૂળ પદ

ગુણસાગર ગુણના ધામ છો, રાધાવર મન અભિરામ છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી