મારો નિરમોહિ નાથ વશ્ય કીધો રે ધન્ય તે વ્રજનારી.૧/૪

પદ ૧/૪ ૮૭૧

રાગ : સામેરી

મારો નિરમોહિ નાથ વશ્ય કીધો રે ધન્ય તે વ્રજનારી.

તેના ચરણની રજ થઇ ચાલું રે જે હરિને પ્યારી. ટેક.

જગ્ન કરે તિહાં જોવાને આવે, મુનિનાં ધ્યાનમાં નાવે રે;

ભાગ્ય બડાં એ વ્રજ વિનતાનાં, રસિયો લાડ લડાવે રે. ધન્ય ૧

કોટિ કોટિ બ્રહ્માંડના કરતા બ્રહ્માદિકના સ્વામી રે,

શ્યા અતિ તપ કીધાં સુંદરીયેં, લક્ષ્મીવરને પામી રે. ધન્ય ૨

જેહનું ધ્યાન ધરે મહામુનિ જન, સમરે સહસ્ત્ર અઠયાસી રે.

તે પુરુષોત્તમ પ્રેમે લડાવે, જેની છે કમળા દાસી રે. ધન્ય ૩

અકળ સ્વરૂપ અલૌકિક એહનું, જાણ પ્રવિણ ન જાણે રે,

મુક્તાનંદ પ્રેમ વશ્ય પ્રીતમ, પ્રેમીજન સુખ માણે રે. ધન્ય ૪

મૂળ પદ

મારો નિરમોહિ નાથ વશ્‍ય કીધો રે ધન્ય તે વ્રજનારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી