તારી બાનકની બલહારી રે, નટવર નંદ નંદા;૧/૪

પદ ૧/૪ ૯૩૯

રાગ : પંકજ

તારી બાનકની બલહારી રે, નટવર નંદ નંદા;

વાલા મુર્તિ તમારી મુને પ્યારી રે, વાલ્યમ વ્રજચંદા. ટેક

હાંરે ભાલ વિશાળ નયન છબી ભાળી.

હાંરે મેં તો લોકની લજયા ટાળી રે. નટવર ૧

હાંરે પાઘ સુરંગી શિર અજબ પેચાળી.

હાંરે જોતાં વસ્ય થઇ રૈ છું વનમાળી રે. નટવર ૨

હાંરે ફૂલડાના તોરા શિર મેલી ફરો છો,

હાંરે વાલા હસવામાં મનડુ હરોછો રે. નટવર ૩

હાંરે મુક્તાંનદના નાથ ગુમાની,

હાંરે તોરી મૂરતી અધિક મનમાની રે. નટવર ૪

મૂળ પદ

તારી બાનકની બલહારી રે, નટવર નંદ નંદા;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી