તારા મુખડાની મોહની લાગી રે, મોહન મરમાળા;૨/૪

પદ ર/૪ ૯૪૦

તારા મુખડાની મોહની લાગી રે, મોહન મરમાળા;

મારા મનની તે ભ્રમણા ભાંગી રે, છેલવર છોગાળા. ટેક

ઘરનો તે ધંધો હાથ ન લાગે,

હાંરે તારૂં મુખડું જોઇ મન અનુરાગે રે. મોહન ૧

સગુ કુટુંબ પીયર સાસરીયું,

હાંરે મુને વિષ સમ થઇ વિસરીયું રે. મોહન ૨

તમને જોયા વિના જંપ ન થાય,

હાંરે મુંને મંદિર ખાવા ધાય રે. મોહન ૩

મુક્તાનંદના નાથ સુહાગી.

હાંરે મુને લગની અલૌકિક લાગી રે. મોહન ૪

મૂળ પદ

તારી બાનકની બલહારી રે, નટવર નંદ નંદા;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી