મારે તમ સંગ પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી, તારી લાવનમાં લોભાણી રે ૩/૪

પદ ૩/૪ ૯૪૧

મારે તમ સંગ પ્રીત બંધાણી રે, ગુણવંત ગિરધારી;

તારી લાવનમાં લોભાણી રે, થૈ જગથી ન્યારી. ટેક

ગુણસાગર તારા ગુણ સંભારી

હાંરે મુને ગમતાં નથી સંસારી રે. ગુણવંત ૧

રૂપ અલૌકિક રસિયા તમારૂં,

હાંરે તેમાં મનડું લોભાણું હવે મારૂં રે. ગુણવંત ૨

ગુંજા રતન ગણે એક તોલે,

હાંરે તેતો મુરખ જીવ ભ્રમ બોલે રે. ગુણવંત ૩

મુક્તાનંદના નાથ સુહાગી,

હાંરે હું તો તમ સંગ અતિ અનુરાગી રે. ગુણવંત ૪

મૂળ પદ

તારી બાનકની બલહારી રે, નટવર નંદ નંદા;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી