અવનીમાં અવિનાશ રે, અવધ પુરીની પાસ રે પૂર છપૈયે પ્રગટ્યા શ્રી ઘનશ્યામ રે ૧/૧

 અવનીમાં અવિનાશ રે, અવધ પુરીની પાસ રે,

પૂર છપૈયે પ્રગટ્યા શ્રી ઘનશ્યામ રે...                            ટેક
અઢારસોને સાડત્રીસના, ચૈત્ર શુદિ શુભ નોમે,
રજનીની દશ ઘડી વિતતા, ચંદ્ર ચડ્યો છે વ્યોમે,
ધર્મ ભક્તિને ધામ રે.....                                               પૂર છપૈયે..
બાળલીલા કરી બહુ પ્રકારે, કૃત્યાને વિદારી,
અસુર જનોને મોહ પમાડવા, કાલિદત્ત સંહારી,
પરમેશ્વર પૂરણકામ રે.....                                             પૂર છપૈયે..
કિશોર વયમાં તાત કનેથી, જ્ઞાન ગ્રહણ છે કીધું,
માતપિતાને મોક્ષ પમાડ્યા, સ્થાન અચળ છે દીધું,
વન વિચરણ કીધું શ્યામ રે.....                                    પૂર છપૈયે..
વર્ણિ વેષે, વન વિચર્યા, તીર્થો પાવન કરતા,
હિમાલય રામેશ્વર આદિ, વર્ષ સાત વિચરતા,
કીધો લોજપુરે વિશ્રામ રે.....                                         પૂર છપૈયે..
પીપલાણામાં ગુરુ કર્યા છે, શ્રી રામાનંદસ્વામી,
દીક્ષા પામ્યા દીન દયાળુ, અનંત નામ ના નામી,
સહજાનંદ સુખના ધામ રે.....                                       પૂર છપૈયે..
ધર્મ તણી ધૂરા સ્વીકારી, ગુરુ વચન શિરધાર્યું,
સંપ્રદાયની રચના કીધી, ધર્મજ્ઞાન વિસ્તાર્યું,
કીધાં મંદિર ઠામો ઠામરે.....                                         પૂર છપૈયે..
અઢારસોને છ્યાસીની સાલે, જેઠ શુદિ જે દશમી,
મનમોહન ઘનશ્યામ પ્રભુએ, વિદાય લીધી વશમી,
પધાર્યા અક્ષરધામ રે.....                                             પૂર છપૈયે..
(સં.-2010 જેઠ શુદ - 8 મંગળવાર.)
 

મૂળ પદ

અવનીમાં અવિનાશ રે, અવધ પુરીની પાસ રે

મળતા રાગ

વન વગડાની વાટ રે, સરિતાની ઘાટ રે, રૂડુ રૂપાળું મારૂં ગામ રે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી