રસિયાજીરે તારૂં રૂપ જોઇ મોઇ, ૧/૪

પદ ૧/૪ ૯૬૩

રાગ : સામેરી ટેક.

રસિયાજીરે તારૂં રૂપ જોઇ મોઇ,

રસિયાજી રે તમ તુલ્ય ન દેખું કોઇ. ટેક

મનમોહન મોહની ખુબ કરી, નાખી નેણનાં બાણમાં પ્રોઇ. રસી ૧

ગિરધારી મેં તમ સંગ પ્રીત કરી, મેં તો લોકની લજયા ખોઇ. રસી ૨

મારે તમ સરખા શિર શ્યામ હવે, શું કરશે તે લોક વગોઇ.રસી ૩

વાલા મુક્તાનંદ કે સુખડું તારૂં, આવી માણશે જાણશે સોઇ.રસીઓ ૪

મૂળ પદ

રસીયાજીરે તારૂં રૂપ જોઇ મોઇ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી