નંદનંદારે મારે તમ સંગ પ્રીત બંધાણી;૪/૪

પદ ૪/૪ ૯૬૬

નંદનંદારે મારે તમ સંગ પ્રીત બંધાણી;

તારી લાવનમાં લોભાણી. ટેક

મુને શુળી સમાન સંસાર થયો;

મુને ગમતી નથી અન્ય વાણી. નંદ ૧

મારૂં મન ચાતકની પેર્ય થયું;

તારું સુખડું અલૌકિક જાણી. નંદ ૨

મેં તો સમજી વિચારીને નેહ કર્યો;

નથી ભોળપમાં ભરમાણી. નંદ ૩

વાલા મુક્તાનંદના નાથ તમે;

મુને લીધી છે કર ગ્રહી તાણી. નંદ ૪

મૂળ પદ

રસીયાજીરે તારૂં રૂપ જોઇ મોઇ,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી