લાડીલાજી નેણાં આગે રહો નંદલાલ૪/૪

પદ ૪/૪ ૯૮૨

લાડીલાજી નેણાં આગે રહો નંદલાલ. ટેક

થારે વિના માને વિરહ સંતાપે, કરત હે અધિક બેહાલ. લાડીલાજી ૧

મનમોહન મારો મનડો લોભાણો, જોઇ થારી ગજ ગતિ ચાલ. લાડીલાજી ૨

થા ઉપર મેં તો સરવસ મારો, વારી ડારૂં મદન ગોપાળ. લાડીલાજી ૩

મુક્તાનંદરા નાથ તુમારે, વચને વધાર્યો ઘણો વાલ. લાડીલાજી ૪

મૂળ પદ

થાસેં મન માન્‍યો છે હોજી શ્રી વ્રજચંદ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી