મારે પ્રીત બંધાણી રે કે શ્યામળીયા સંગે, ૧/૪

પદ ૧/૪ ૧૦૩૨

રાગ : ધોળ

મારે પ્રીત બંધાણી રે કે શ્યામળીયા સંગે,

મારૂં મન રંગાણું રે કે રસિયાને રંગે. ૧

એનું રૂપ જોઇને રે કે મન મારું મોહી રહ્યું.

મારે હરિ વીના બીજું રે કે સુખ વીખ તુલ્ય થયું.૨

મીઠી મુખડાની વાણી રે કે સુણી હું તો લોભાણી;

તજ્યું હરિ વિના બીજું રે કે દુઃખદાયક જાણી.૩

તજી લોક લજ્યાને રે કે હરિવરને ગમવા;

મારે હોંસ ઘણીક છે રે કે રસિયા સંગ રમવા.૪

હવે નિમિષ ન મેલું રે કે નટવરને ન્યારા;

વ્હાલો મુક્તાનંદનો રે કે પ્રભુ મુને અતિ પ્યારા. ૫

મૂળ પદ

મારે પ્રીત બંધાણી રે કે શ્યામળીયા સંગે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી