મોહનવર મારી રે કે છે જીવન દોરી;૩/૪

પદ ૩/૪ ૧૦૩૪

મોહનવર મારી રે કે છે જીવન દોરી;

એનું મુખ જોઇ જીવું રે કે જેમ ચંદ્ર ચકોરી. ૧

મુને લગની લગાડી રે કે કોડીલે કાન;

મને વશ કરી વ્હાલે રે કે બંસીને તાને. ૨

મારો જીવ જડાણો રે કે શ્યામળીયા સંગે;

હું તો રસિક પ્રીતમને રે કે અતિ રાચી રંગે. ૩

મેં તો વાત વિસારી રે કે જુઠા જગ કેરી

મારે મન વસિયા રે કે લટકાળો લહેરી.૪

હું તો થઇ બડભાગી રે કે હરિ સંગ હેત કરી;

વ્હાલો મુક્તાનંદનો રે કે વરી વ્રજરાજ હરિ.૫

મૂળ પદ

મારે પ્રીત બંધાણી રે કે શ્યામળીયા સંગે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી