પ્રેમ રસાયન જે જન પામે, તેહનો તે મારગ ન્યારો રે ૪/૮

પ્રેમ રસાયન જે જન પામે, તેહનો તે મારગ ન્યારો રે;
	પિંડ બ્રહ્માંડમાં પ્રીત ન રાખે, ઉર ધારે પ્રભુ પ્યારો રે...પ્રેમ૦ ૧
લોકલાજ મરજાદ ન માને, રહે હરિને સંગ રાચી રે;
	ત્રિભુવનમાં તે ધન્ય ધન્ય અબળા, તેહની તે ભક્તિ સાચી રે...પ્રેમ૦ ૨
અબળાને આધીન શામળિયો, અજીત એ અબળા પાખે રે;
	પ્રેમીજન એ મરમને પ્રીછે, હરિ સંગ માન ન રાખે રે...પ્રેમ૦ ૩
કામ ક્રોધ મદ મોહ તણાં દળ, પ્રેમી પાસ ન આવે રે;
	મુક્તાનંદ પ્રગટ પ્રભુ ઉર ધરી, લટકે શું લાડ લડાવે રે...પ્રેમ૦ ૪
 

મૂળ પદ

હરિ ભજતાં સહુ મોટપ પામે, જન્મમરણ દુ:ખ જાયે રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી