પ્રગટ બિન ક્યોં સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે ૨/૪

પ્રગટ બિન ક્યોં સુખ પાવે, બહુ વિધિ બાત બનાવે;
	રવિ રવિ કહે રેન નહિ જાવે, જળ કહી તૃષા ન બુઝાવે	...પ્રગટ૦ ૧
અમૃત કહે અમર નહિ હોવે, ધન કહી ધન હી ન પાવે;
	ધન કે કહેરી ધનિક જો હોઈ, નિર્ધન કોઈ ન રહાવે		...પ્રગટ૦ ૨
રાજા કહે રાજ જો પાવે, રંક નજર નહિ આવે;
	ભોજન કહે ભૂખ જો ભાગે, વૃથા કષ્ટ કેહી ભાવે		...પ્રગટ૦ ૩
સાચે સદ્‌ગુરુ બિન સબ દુનિયા, કથી કથી કર્મ ઉપાવે;
	મુક્તાનંદ મિથ્યા સબ કહેની, રહેનીમેં રંગ જમાવે		...પ્રગટ૦ ૪
 

મૂળ પદ

પ્રગટ કે ગુન હમ ગાવે, પ્રગટ દરશ કું પાવે

મળતા રાગ

ઢાળ : દ્વાર પડયો ગુન ગાઉં

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી