મારૂં મનમોહન સંગ માન્યું, છપાડ્યું કેમ કરી રહે છાનું રે.૧/૬

પદ ૧/૬ ૧૦૭૮
રાગઃ ગરબી
મારૂં મનમોહન સંગ માન્યું, છપાડ્યું કેમ કરી રહે છાનું રે. ૧
શ્યામળીયે સંભારી લીધી, સૈયરમાં સમોતી કીધી રે. ર
આજ મારૂં ભાગ્ય ભલું હેલી, બંધાણી બળવંત સંગ બેલી રે. ૩
હવે નહિ હીણપ્ય મન આણું, છબીલા સંગે સુખ માણું રે. ૪
બળવંત બાંહ્ય ગ્રહી મારી, હવે હું જગથી થઇ ન્યારી રે. પ
હવે હું તો પૂરણ સુખ પામી, મળ્યા મુક્તાનંદના સ્વામી રે. ૬

મૂળ પદ

મારૂં મનમોહન સંગ માન્‍યું, છપાડ્યું કેમ કરી રહે છાનું રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી