રે ઠરવાનું ઠામ તમે મારું, બીજું સર્વે માયાનું લારું. રે ૨/૫

પદ ર/૫ ૧૧૧૯
રે ઠરવાનું ઠામ તમે મારું, બીજું સર્વે માયાનું લારું. રે ટેક.
રે સગપણ તમ સાથે સાચું, ન થાયે કોઇ કાળે કાચું,
હવે નહિ બીજે રંગે રાચું રે ઠરવાનું ૧
રે લજજા મેં લોકતણી મેલી, આનંદે થઇ છું અલબેલી,
બાંધી મેં તો તમ સાથે બેલી. રે ઠરવાનું ૨
રે તમ સંગ રંગ લાગ્યો ભારી, જુઠું સુખ જાણ્યું મેં સંસારી,
સાચે સુખે રાચી ગિરધારી રે. ઠરવાનું.૩
રે તલપે છે મન વરતિ મારી, રે તમ સંગ રમવા મુરારી, ટેક.
કરો મુક્તાનંદના વાલા પ્યારી. ઠરવાનું.૪

મૂળ પદ

રે પ્રાણજીવન પ્રીતમ પ્યારા, રહો કેમ નટવરજી ન્‍યારા

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી