લટકાળાં લટકાં પર વારી ગિરધારીજી, લટકે લોભાણી વ્રજનારી.૪/૫

પદ ૪/૫ ૧૧૨૬
લટકાળાં લટકાં પર વારી ગિરધારીજી, લટકે લોભાણી વ્રજનારી. ટેક.
તમે લટકે રાસ રમાડીયા, કરી લીલા છત્ર પછાડીયા. ગિર.૧
શોભે સ્વેદ કણે મુર્તિ સારી, રીયા મુનિજન ધ્યાન ધરિ હારી. ગિર.૨
તમે વનમાં આવ્યા વનમાળી, તીહાં તરૂ છાયા સુંદર ભાળી. ગિર.૩
તે આસોપાલવ તરૂ સારો, સર્વ વન જાતિમાં શ્રેષ્ઠ કર્યો. ગિર.૪
તેને નિકટ વિરાજયા નાથજી, સંગે લઇ વ્રજજન સાથજી. ગિર.૫
તમે પુજા કરાવી પ્રીતશું, રસ વાધ્યો અતિ રંગ રીતસું. ગિર.૬
જલ ક્રિડા યમુનામાં કરી, મુક્તાનંદ મન લીધું હરી. ગિર.૭

મૂળ પદ

મારો મત કહું તે સાંભળો વ્રજવાસીજી, તજો સાધનનો ઉર આમળો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી