એક સમે સુંદરવર સંગે રે, ગાય નાચે ગોવાળ બહુ રંગે રે.૪/૪

પદ ૪/૪ ૧૧૩૫
એક સમે સુંદરવર સંગે રે, ગાય નાચે ગોવાળ બહુ રંગે    રે.૧
એમ કરતાં અર્ધ નિશી થઇ રે, એક ગોવાળે ઉમંગી વાત કઇ   રે. ૨
પ્રભુ ભેટ્યાનો છે ઘણો ભાવ રે, આજ આવ્યો છે અમારે ભલો દાવ રે.૩
કરી પ્રીત કહે દેવમુરારી રે, તમે અનુપમ વાર્તા ઉચ્ચારી   રે. ૪
આવો એક એક મળો કરી પ્રીત રે, એ છે ઉત્તમ રસની રીત રે.૫
વાલે ઉર ધરી આલિંગન કીધું રે, વાલે વાલ્યપ વધારી સુખ દીધું રે.૬
ભેટ્યા ભાવ કરી દીનદયાળ રે, કર્યા કૃતારથ ગોવિંદે ગોપાળ    રે.૭.
તે ટાંણે જે ન આવી શકયા કોક રે, ઘસી હાથને ઘણો કર્યો શોક     રે.૮
કરે લીલા કોડીલો સુખ દેવા રે, સુખ આપે તે ચિત્ત હરી લેવા    રે.૯
રુડા રસીકજનની રીતે રે, પિયે મુક્તાનંદ રસ પ્રીતે    રે.૧૦

મૂળ પદ

યમુનાં તટ ગોકુળ ગામ રે, એ છે પૂર્ણાનંદનું ધામ રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી