જીરે ધન્ય ધન્ય આ ભૂમિનાં ભાગ્ય કૃપાનિધાન કૃપા કરી, ૧/૨

પદ ૧/૨ ૧૧૪૦
રાગ : ધોળ
 
જીરે ધન્ય ધન્ય આ ભૂમિનાં ભાગ્ય કૃપાનિધાન કૃપા કરી,
જીરે પધારિયા પૂરણ બ્રહ્મ સદ્‌ગુરુ રુપે શ્રીહરિ.
જીરે ધન્ય ધન્ય સતસંગી સંત, જેહને તે દર્શન આપિયા,
જીરે ટાળ્યા જન્મ મરણના તાપ, કર્મનાં બંધન કાપિયા.
જીરે આજ આનંદ અંગ ન માય નવલા તે નેહ વધારિયા.
જીરે આજ અમૃતના વુંઠા મેઘ પુરુષોત્તમ પધારિયા.
જીરે તહાં માનીની મંગળ ગાય, વાજીંત્ર વાજે અતિ ઘણાં.
જીરે ઉઠે આનંદકેરી છોળ વૈષ્ણવ જનને વધામણાં,
જીરે વાલો સોળ કળામય શ્યામ, નિરખીને નયણાં સુફળ થયાં,
જીરે તેતો પુણ્ય પવિત્ર નર નાર્ય, ભાગ્ય ન જાયે કહ્યાં.
જીરે આજ પ્રગટ્યા કોટિ કલ્યાણ હરખે ઉર ધાર્યા હરિ,
જીરે મુક્તાનંદ તે તદરૂપ ગરભવાસ નાવે ફરિ. ૬ 

મૂળ પદ

જીરે ધન્ય ધન્ય આ ભૂમિનાં ભાગ્‍ય કૃપાનિધાન કૃપા કરી,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
1