મારે મંદિર આવો માવ રે, નટવર નંદનંદા, મને ભેટ્યાનો ઘણો ભાવ રે૨/૪

પદ ર/૪ ૧૧૪૩

મારે મંદિર આવો માવ રે, નટવર નંદનંદા, મને ભેટ્યાનો ઘણો ભાવ રે... ટેક.

વાલા અંગોઅંગ ફૂલડાં ધારી રે, મને ભાવેશું ભેટો મુરારિ રે. નટવર.૧

મેં તો તમ અરથે તન કીધું રે, મેં તો સરવસ તમને દીધું રે. નટવર.૨

મારી આશ પુરી કરો આધાર રે, કરો મુક્તાનંદ પર પ્યાર રે. નટવર.૩

મૂળ પદ

મારું તમ સાથે મન મોહ્યું રે, સુંદર શામળિયા

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી