જીવું છું જોઇને જીવું છું જોઇને, તારું મુખડું મોહનલાલ૪/૪

પદ ૪/૪ ૧૧૪૯
 
જીવું છું જોઇને જીવું છું જોઇને, તારું મુખડું મોહનલાલ, સુંદર શ્યામ જીવું છું જોઇને. ટેક
મુખ તમારૂં માવજી જોવા લોચનીયાં અકળાય,
અણદીઠે પળ એક તે, જુગ કોટિક જેવી થાય. સુંદર ૧
અમલીડાંની પેર્ય અમારે, દરશન જોયે દેવ,
એવું જાણી અલબેલડાં, આપો ચરણકેરી સેવ. સુંદર ૨
મુખની પૂર્ણ મોહની લાગી, જીવ જોયા વિન જાય,
મીન વિછોયુ નીરથી, તેને કેમ સુખી રહેવાય. સુંદર ૩
પ્રેમના ફંદમાં હું પડી, મારે ઝેર થયો સંસાર,
મુક્તાનંદના નાથજી, મારે એક તમે આધાર. સુંદર ૪ 

મૂળ પદ

મનોહર મૂરતિ (૨) મારા મનમાં ચોંટી માવ

મળતા રાગ

વેરાડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી