રજનીને અંતરે રે રસિયાજી આવિયા રે, ૧/૪

પદ ૧/૪ ૧૧૭૩

રાગ : પંચમ

રજનીને અંતરે રે રસિયાજી આવિયા રે,

કેને સંગે જાગ્યા જીવન પ્રાણ,

બીતા બીતા બોલો રે વાલાજી મુખ વેણુંડા રે,

પ્રગટ દીસે છે અંગમાં એંધાણ. ટેક

નયણ તમારાં રે દિસે નિદરાળવાં રે,

લાગી છે કપોળે કાજળ રેખ,

પીતાંબર સાટે રે પટોળી લઇ આવીયા રે, .

તેણે ઘણું શોભે છે નટવર ભેખ. રજનીને ૧

નવસરો હાર રે ઉઠયો છે હૈયે શોભતો રે,

શિથીલ થયાં છે સર્વે રે અંગ, રસના.

કોણ મળી છે રે નૌતમ કામીની રે,

જેનો તમને લાગ્યો છે રસિયા રે રંગ. રજનીને ૨

ઠાલું શું સંતાડો રે અમ થકી આવડું રે,

કહોને સત્ય બોલી સુંદર શ્યામ, રસના.

મુક્તાનંદના વાલા રે મનભંગ કયાં થયા રે,

અમે નહિ લઇયે તમારૂં રે નામ. રજનીને ૩

મૂળ પદ

રજનીને અંતરે રે રસિયાજી આવિયા રે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી