રસના રસિયા રે રજની વહી ગઇ રે૨/૪

પદ ર/૪ ૧૧૭૪

રસના રસિયા રે રજની વહી ગઇ રે,

પ્રાત: સમે આવ્યા અમ ઘર શ્યામ,

મનમાં વિચારો રે મારા વાલમા રે,

હવે આંહિ શું છે તમારૂં રે કામ.ટેક

બોલ શાને દીધા રે લગાડયાં ઠાલી લાલચે રે

જદુપતિ જાણી તમારી પ્રીત,

દ્રઢતા તમારી રે જણાવી હવે શ્યામળા રે,

જેને ગાડે બેસો તેનાં ગાઓ ગીત. રસના ૧

સેજલડી સમારી રે વાલા મેં તો ફૂલડે રે,

તે તો તમે સુની રાખી છે આજ,

પ્રાત: સમે આવ્યા રે પ્રભુજી મને પીડવા રે

સારી મારી શોકલડીનુ રે કાજ. રસના ૨

વાલાજી તમારા રે કપટ છળ જાણીયાં રે,

તોય નવ તુટે તમ સંગ વાલ્ય,

મુક્તાનંદના સ્વામી રે સુંદર શ્યામળા રે,

અમ ઘેર આવજ્યો રસિલાજી કાલ્ય. રસના ૩

મૂળ પદ

રજનીને અંતરે રે રસિયાજી આવિયા રે,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી