રસિક સંગ લાગી રંગ ઝડી રે, ૩/૪

પદ ૩/૪ ૧૧૭૯

રસિક સંગ લાગી રંગ ઝડી રે, ટેક

છેલ છબીલો શ્રીગિરિધારી, ન્યારા ન મેલું એક ઘડી રે. રસિક ૧

મુખ જોયા વિન સુખ ન થાયે, એજ અલૌકિક ટેવ પડી રે. રસિક ૨

રસીક મોહન કેરી માધુરી મૂરતિ, જીવડલાને મેં તો સાથ જડી રે. રસિક ૩

મુક્તાનંદના નાથ ગ્રહી રે, શ્યામ કેરી અખંડ ખુમારી ચડી રે. રસિક ૪

મૂળ પદ

જાઇશ હું તો જમુના જળ ભરવા રે.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી