રસિયાવર કુંજવિહારી, હું તો વાલમ તમ પર વારી.૧/૪

પદ ૧/૪ ૧૧૮૧

રાગ : ધોળ

રસિયાવર કુંજવિહારી, હું તો વાલમ તમ પર વારી. ૧

જોઇ રૂપ તમારૂં હું મોઇ, તમ તુલ્ય ન દેખું કોઇ. ૨

મને રંગ ચડ્યો છે તમારો, મને લાગ્યો સંસારિયો ખારો. ૩

મારૂં મન તમ સંગ બંધાણું, પ્રેમે પરમાનંદ સુખ માણું. ૪

મુક્તાનંદના નાથ મુરારી, રાખું ઉર પર શ્રીગિરિધારી. ૫

મૂળ પદ

રસિયાવર કુંજવિહારી, હું તો વાલમ તમ પર વારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી