મનમોહન મૂર્તિ તમારી, મને પ્રાણ થકી ઘણી પ્યારી૨/૪

પદ ર/૪ ૧૧૮૨

મનમોહન મુરતિ તમારી, મને પ્રાણ થકી ઘણી પ્યારી. ૧

રાખું હૈયાનો હાર કરીને ન્યારા નહિ મેલું જગથી ડરીને. ૨

મેં તો તમ સંગ રમવા મુરારી, જુઠી લોકની લોજ વિસારી. ૩

મેં તો જાણી અલૌકિક રીતિ, બાંધી પાતળા તમ સંગ પ્રીતિ. ૪

મુક્તાનંદના નાથ રંગીલા, રાખું નયણુંમાં છેલછબીલા. ૫

મૂળ પદ

રસિયાવર કુંજવિહારી, હું તો વાલમ તમ પર વારી.

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી