મારે આજ આનંદ અપાર રે, તમને નિરખીને નંદકુમાર રે૨/૪

પદ ર/૪ ૧૧૮૬

મારે આજ આનંદ અપાર રે, તમને નિરખીને નંદકુમાર રે. ૧

મારે મંદિર આવ્યા મુરારી રે, હું તો વાલમ તમ પર વારી રે. ૨

મેં તો સજીયા સુભગ શણગાર રે, તમ કારણ પ્રાણ આધાર રે. ૩

કીધા સફળ મનોરથ મારા રે, તમે પ્રાણજીવન પીયુ પ્યારા રે. ૪

મુક્તાનંદકે થઇ બડભાગી રે, મારે તમ સંગ લગની લાગી રે. ૫

મૂળ પદ

આવો નટવર નંદ દુલારા રે, મને પ્રાણ થકી છો પ્યારા રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી