નંદ નંદન મારે જીવનદોરી, નિમિષ ન મેલું ન્યારા રે ૪/૬

નંદ નંદન મારે જીવનદોરી, નિમિષ ન મેલું ન્યારા રે;
	ઉર ઉપર રાખું અલબેલો, પ્રાણ થકી છે પ્યારા રે...નંદ૦ ૧
મેહુલો તે વરસે હરિ મંદિરમાં, થઈ આનંદની એલી રે;
	લોકની લાજ મરજાદ ન માનું, મોહન મુખ જોઈ ઘેલી રે...નંદ૦ ૨
રસિકરાય સંગ નેહ કરીને, દેહ ગેહ શૂધ ભૂલી રે;
	શ્યામસુંદરનું રે સુખડું પામી, ફરું મગન થઈ ફૂલી રે...નંદ૦ ૩
રૂપ અલૌકિક રસિકરાયનું, જોતાં તૃપ્તિ ન પામું રે;
	મુક્તાનંદના નાથે જોયું, કરુણાની દૃષ્ટિએ સામું રે...નંદ૦ ૪
 

મૂળ પદ

આજ મારું ભાગ્ય અલૌકિક સજની, અલબેલો ઘેર આવ્યા રે

મળતા રાગ

સામેરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી