મોહ્યું મન નેણ તણી સાને, ૩/૪

પદ ૩/૪ ૧૨૧૭

મોહ્યું મન નેણ તણી સાને,

વશ થઇ રઇ હું વાલમાં મીઠી મોરલીને તાને. ટેક.

સોરઠ રાગ સુણાવીયો રે, મોરલી જો માને,

ગુણવંત થઇ હું તો ઘેલડી રે, તારે ગીરધરજી ગાને. મોહ્યું ૧

શિરપર પાઘ સોયામણી રે, કુંડળ શુભ કાને, .

નખશીખ શોભા જોઇને રે, ઘણુ મોહી ભીને વાને. મોહ્યું ૨.

કીધી પોતાની કાનજી રે, દર્શનને દાને,

મુક્તાનંદના નાથજી રે, હવે નહિ રઝળું રાને. મોહ્યું ૩.

મૂળ પદ

મોહન મારી છો જીવન દોરી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી