મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો

અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો;
         ધર્મ ભક્તિ ભુવિ સાધુ વિપ્ર દુઃખી, દેખી દયા ઉર ધારી હો...અંતર૦ ૧
ધર્મ ભક્તિ સાધુ દ્વિજ ઉર્વી, એ ઇનકો કષ્ટ નિવારુ હો;
         થાપું ધર્મ એકાંતિક ભુવિપર, અસુર બેરી સબ મારુ હો...અંતર૦ ૨
સદય હદય કરુણાનિધિ કેશવ, પ્રથમ એહી પનુ કીનો હો;
         સોઇ શ્રીકૃષ્ણ ભક્તહિત કારન, પુની દ્વિજકુલ તનુ લીનો હો...અંતર૦ ૩
કૌશલ દેશ અજોધ્યાપુરતે, ઉત્તર હય એક ગ્રામ હો;
         પ્રગટે ત્યાં ધર્મગૃહે ઇશ્વર, પ્રેમાનંદકે શ્યામ હો...અંતર૦ ૪

રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026