મુખ્ય સામગ્રી પર જાઓ

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
         વિનતાસુત સમ વેગ પરાક્રમ, કહી નવ જાયે વાત હો...અંજની૦ ૧
સીતા શોધ સમે મહાસિંધુ, ઠેકી ગયા તત્કાળ હો;
         બાળી જાઇ રાવણકી લંકા, માર્યા દાનવ વિકરાળ હો...અંજની૦ ૨
વાગી સાંગ લક્ષ્મણજીને રણમાં, મૂરછા આવી ગઇ ભારી હો;
         સંજીવની મૂળી સારૂ લાવ્યા, દ્રોણાચળ શિર ધારી હો...અંજની૦ ૩
શોકસિંધુમેં ભરત બુડી રહ્યા, કપિએ આવી ચિંતા નિવારી હો;
         આવ્યા રામ રાવણને મારી, પ્રેમાનંદ સુખકારી હો...અંજની૦ ૪

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : સોહિની
પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
સ્વરકાર : પરંપરાગત (સ્વરકાર)
ઓડિયો/વિડિઓ : ઓડિયો
રચયિતા :
પ્રેમાનંદ સ્વામી
પ્રસંગ :
હનુમાનજી, વદ, કૃષ્ણપક્ષ, ચૌદસ, ચતુર્દશી, આસો
www.swaminarayankirtan.org © 2026