મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;      

અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
          વાલમ વાઘા કરું ચંદનના, સ્નેહે હૈયામાં ધારી રે...૧
વિધ વિધ રીતે હરિ શણગારું, શોભા રચું અતિ સારી રે;
         જોતાં તમને નાથજી મારા, મોહી જાય નરનારી રે...૨
આવા ગરમીના દિવસોમાં, ઘામ થાય દુ:ખકારી રે;
         ચંદન લગાવી ટાઢક વાળું, ગરમી ભગાડું નઠારી રે...૩
જ્ઞાનજીવન કહે સુખના સ્વામી, સુખિયા થાવો સુખકારી રે;
         અમારી ભાવના હેતે સ્વીકારો, તમે છો હરિ અઘહારી રે...૪

ભાવ :
ચંદનના વાઘા
રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પુસ્તક :
કીર્તનમાળા-૩
ઉત્પત્તિ:

સં.૨૦૭૪ વૈશાખ સુદ-૬, શનિવાર તા.૨૧/૦૪/૨૦૧૮, કુંડળધામ,
રાત્રે ૧૧ વાગે, વાંચનરૂમ

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026