મુખ્ય સામગ્રી પર જાઓ

અંતર ચતુર હરે, સુંદર હરિ

અંતર ચતુર હરે, સુંદર હરિ...અંતર૦ ટેક
નિલ કલેવર જલદ લજારી, જરકશી બસન ધરે...સુંદર હરિ૦ ૧
શિરપે જરકશી પાઘ મનોહર, લટકત મોતી લરે...સુંદર૦ ર
કુંડલ મકરાકાર બીરાજે, ઝલકત નંગ જરે...સુંદર૦ ૩
કૃષ્ણાનંદ લખી હરિ છબી પ્યારી, તન કુરબાન કરે...સુંદર૦ ૪

રચયિતા :
કૃષ્ણાનંદ સ્વામી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026