મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતી આવિયા અવતારી રે

અક્ષરપતી આવિયા અવતારી રે,
          વાસુદેવ મુકુંદ મોરારી, અક્ષરપતિ આવિયા અવતારી રે...ટેક
કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા રે, હરિભક્તો તણા દુઃખ હરતારે;
         ભક્ત કારણ તન એ તો ધરતા...અક્ષરપતિ૦ ૧
શિવ સનક જનક ગુણ ગાવેરે, શેષ નારદ પાર ન પાવે રે;
         અજ અમર દર્શને આવે...અક્ષરપતિ૦ ૨
બ્રહ્મપુરતણા જે નિવાસી રે, જેના અગણિત મુક્ત ઉપાસી રે;
         જેના ચરણમાં કોટિક કાશી...અક્ષરપતિ૦ ૩
જીવ ઝાઝાનાં કરવા કલ્યાણરે, દયાનિધિ દયાની ખાણરે;
         ભરત ખંડમાં ઉગ્યા ભાણ...અક્ષરપતિ૦ ૪
સર્વે ધામ તણા છો ધામી રે, વિનતી સદા નિષ્કામી રે;
         એવા નારણદાસના સ્વામી...અક્ષરપતિ૦ ૫

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026