મુખ્ય સામગ્રી પર જાઓ

અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે

અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે...૧
પાઘલડી પેચાળી સારી, કલંગી તોરા પર વારી રે...૨
કાનુમાં કુંડળીયા શોભે જોઇ જોઇ મન મારૂં લોભે રે...૩
શોભો છો વનમાળા પહેરી, વાંસડલી વાતા મુખ ઘેરી રે...૪
શોભો છો પીતાંબર ધારી, અનુપમ લટકાં પર વારી રે...૫
ન મેલું એક ઘડી ન્યારા, પ્રગટ મુક્તાનંદના પ્યારા રે...૬

રેકોર્ડ કરેલ સંસ્કરણ

રાગ : અજાણ રાગ
પ્રકાશક:
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડિંગ ગુણવત્તા : રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
સ્વરકાર : હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
રચયિતા :
મુક્તાનંદ સ્વામી
www.swaminarayankirtan.org © 2026