મુખ્ય સામગ્રી પર જાઓ

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,          

અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી, 
          પછી કાંઈ નહિ ગમે, એવું સુખ ચાખી...૧
એને કરવાનું કામ, કરે છે જ હરિ,
          આપણે કરવાનું કામ, કર્યા કરો ઠરી...૨
સતત સંભાળે છે, હરિ રહી સાથે,
          મને તો અનુભવ છે, પિયુ છે સંગાથે...૩
કેવા કેવા દુ:ખથી, ઉગાર્યા છે એણે,
          કોણ ઉગારી શકે, ઉગાર્યા છે કેણે...૪
જ્ઞાનસખી કહે માટે, હિંમત ન હારો,
          પિયુડાને પ્રેમ કરી, સદા હૈયે ધારો...૫

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
ધન્યતા-ઉપકાર
પુસ્તક :
કીર્તનમાળા-૩
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026