મુખ્ય સામગ્રી પર જાઓ

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ;
સર્વે જીવોનાં તે કરે છે કાજ;
         હૈયાના હાર હરિ પ્યારા મહારાજ...સર્વે૦ ટેક
ટેક હરિનો મહિમા બહુ છે મોટો;
જડે નહિ એનો ગોતતા જોટો;
         માહાત્મ્યજ્ઞાન દૃઢ કરવું આજ...સર્વે૦ ૧
હરિનું માહાત્મ્ય સહુથી મોંઘું;
એની આગળ બીજું સર્વે છે સોંઘું;
         મહિમા જેવું નથી કોઈ સુખસાજ...સર્વે૦ ૨
જ્ઞાનજીવન કહે હરિને ભજવા;
માયિક પંચવિષયને તજવા;
         હરિના મહિમાથી થશે તે કાજ...સર્વે૦ ૩

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026