મુખ્ય સામગ્રી પર જાઓ

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો

અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો;
                        વધતી વ્યાધિમાં વેળ મ કરજો રાજ...ટેક
ગુન્હા કર્યા મેં કોટી કૃપાળુ, જન્મ લઇ ચારે ખાણે;
         જાણી છોરું જગદીશ તમારું, દોષ દયાળુ વિસરજો રાજ...અંત૦ ૧
વીંછી ચડ્યા સમ વેદના પ્રગટે, રોમ રોમે તન સારે;
         નાડિયું તૂટે સધળી શરીરની, ચરણ ચોંપેથી ભરજો રાજ...અંત૦ ૨
દર્દ નવાં નવાં દુઃખ પમાડે, દિયે શરીર દુરગંધી;
         માહીં મુંજારો શ્વાસ ચડાવે, હરિ કઠણ પળ હરજો રાજ...અંત૦ ૩
નહિ સગું તમ વિના સહજાનંદ, સહાયક ચૌદ ભુવનમાં;
         અર્જ અધિરા દાસ નરસિંહની સુણી, પ્યારા પરવરજો રાજ...અંત૦ ૪

રચયિતા :
નરસિંહ કવિ
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026