મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

અક્ષરધામથી શ્રીજી પધાર્યા,
          પધારી જીવ બહુ તારિયા રે...ટેક.
નરકના કુંડ વાલે મારે ખાલી કરાવ્યા,
         તોય ન રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૧
આસુરી પાપી મોટા ડાકુઓ તાર્યા,
         તોય ન રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૨
સત્સંગ વાલે દેશો દેશ કરાવ્યો,
         તોય ન રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૩
દેવો આચાર્યો સંતો શાસ્ત્રો રચાવ્યાં,
         જ્ઞાન કે રીઝયો મારો વાલમો રે...અક્ષર૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
લગ્ન ગીત
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026