મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે

અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે; સ્વામી સહજાનંદ નામે, જગમાં તે કહાવ્યા રે...અક્ષર૦ ૧ બતાવ્યું ઐશ્વર્ય વાલે, સમાધિઓ કરાવી રે; મોટા મોટા મતપંથીને, દીધા વાલે હરાવી રે...અક્ષર૦ ૨ સર્વોપરી નિશ્ચય સહુને, શ્રીજીએ જ કરાવ્યો રે; વાલો કે’તા મારો નિશ્ચય, કરાવવા હું આવ્યો રે...અક્ષર૦ ૩ આપ્યું સુખ પોતાનું વાલે, અતિ કૃપા કરી રે; જ્ઞાનજીવન કહે, શ્રીજી સર્વોપરી હરિ રે...અક્ષર૦ ૪

રચયિતા :
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
ભાવ :
મહિમા
પુસ્તક :
કીર્તનમાળા-૧
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026