મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે

અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે;
            દિવ્ય આભૂષણ ધારી, દિવ્ય સભામાં રાજેશ્વર રાજે.૧
અજીત અકળ અપારા, અગોચરને અગમ અવિનાશી;
           જીવ ઇશ્વર ને માયા, ક્ષર અક્ષરપર શોભે સુખરાશી.૨
તે હરિ દીન દયાળુ, દયા કરીને અવનીપર આવ્યા;
           ભક્તવત્સલ ભયહારી, ભાવિ જનને ભૂધર મન ભાવ્યા.૩
પ્રેમ સહિત પધાર્યા, પ્રગટ પુરુષોત્તમ હરિ પોતે;
           મનુષ્ય દેહ ધરીને, દર્શન દીધાં નિજ સખા સોતે.૪
 
રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026