મુખ્ય સામગ્રી પર જાઓ

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી

અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી;
          પછી મારીને માર અપાર, કાઢ્યો પાપીને પુરથી બહાર...૧
દશ માસ થયા પછી જ્યારે, રૌદ્રપુર આવ્યો જીવ ત્યારે;
         ત્યાંતો દુતો માગેછે ખાવા, આપ્ય ખાવા તો દઇએ જાવા...૨
પુન્ય હોય તો આપીને જાય, નિકર એને કાપી કાપી ખાય;
         એની જીભ ખેચી બહાર કહાડી, બહુ બોલતો જુઠું અનાડી...૩
ખોટા ગુરુ સેવ્યા એણે ભાવે, એવું રૂપ ધરી જન આવે;
         તેને જોઇ જીવ હરખાય, પાસે જાય તો જમ દેખાય...૪
અરેરે કહિ ચાલીયો ત્યાંથી, ખોટા ગુરુ મળ્યા મને કયાંથી;
         એને આપ્યું જે અન્ન વસ્ત્ર દામ, તે તો આવ્યું નહિ કશું કામ...૫

રચયિતા :
નારાયણદાસજી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026