મુખ્ય સામગ્રી પર જાઓ

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે

અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે, 
         તે તો પામે બ્રહ્મ સુસુપ્તિમાં લીન રે.૧
માયામાંથી નિસરવા નવ પામે રે, 
         કોટિ કલ્પે મનુષ્ય જન્મ નહિ આવે રે.૨
વાચકતા જ્ઞાને બ્રહ્મ શીખીને લીધો રે,
          મૂર્ખાઇમાંથી નર દેહ ખોટો કીધો રે.૩
બ્રહ્મ થઇને અધર્મ કરે છે અપાર રે,
          મુવા કેડે ખાય છે જમના માર રે.૪
વેદે માર્ગ બાંધ્યો તે તોડીને વર્તે રે, 
         દાસ ગોપાલ કહે પાપી તે સૌ કરતે રે.૫

વિવેચન:

  ૧૨૪ ધોળ રાગ -:: પદ-૧/૧૫/૧૫ ::-

આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026