મુખ્ય સામગ્રી પર જાઓ

અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે

અંતરગતની વાતું, અંતરગતની વાતું, અંતરગતની વાતું રે;
           ઓધાજી કહું અંતરગતની વાતું...ટેક.
પહેલું વહેલું આપી સુખ, પછી દઈ ગયા દુ:ખ;
           તે તો નથી સહ્યું જાતું રે...ઓધાજી૦ ૧
કુળમાં કડવાં થયાં, લોકડિયાનાં મેણાં સહ્યાં;
           મન એને રંગે રાતું રે...ઓધાજી૦ ૨
સગાંની સોબત તોડી, માવશું મો’બત જોડી;
           તોય એણે રાખી ઘાતું રે...ઓધાજી૦ ૩
નિષ્કુળાનંદને વાલે, કર્યા છે જે નંદલાલે;
           કહ્યું કે’ને નથી જાતું રે...ઓધાજી૦ ૪

રચયિતા :
નિષ્કુળાનંદસ્વામી
પુસ્તક :
કિર્તનાવલી
આ કીર્તન માટે ઓડિયો અથવા વીડિયો હાલમાં ઉપલબ્ધ નથી.
www.swaminarayankirtan.org © 2026